Media

ગુરુશિષ્યના મિલનનું મેઘધનુષી ચિત્ર!

જય વસાવડા #JV

વેલેન્ટાઈન્સ ડે ને વસંતપંચમીની વચ્ચે રાજકોટમાં 2021ની 15મી ફેબ્રુઆરીએ આખો એક બગીચો ખીલી ગયો ગુરુશિષ્ય અને પ્રેમપરિવારનો. અને એની સુગંધ લેવા હું સૌભાગ્યશાળી થયો એ આનંદ.

વિદ્યાનગરથી ગુણીજન ચિત્રકાર એવા અશોકભાઈ ખાંટનો મૂળ આ વિચાર. પ્રિય બાપુને ત્યાં પહેલી વાર જેમની કલા માણવા મળેલી એ અશોકભાઈ આજે પ્રસિદ્ધ ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર છે. સરસ લખે ય ખરા. હમણાં જ એમનું જીવનચિત્રણ સુંદર પુસ્તક આવ્યું છે. એમને આ કળા શીખવાડી એમના બચપણમાં ભાયાવદર હાઈસ્કૂલના ચિત્રશિક્ષક કેશુભાઈ લાઠીગરાએ.

વરસોનાં વાયરામાં વિદ્યાર્થી શિક્ષકથી દૂર પાંખો ફફડાવી ઊંચે ઉડયો, છતાં આ ઋણ યાદ રાખ્યું એમણે. ડ્રોઈંગ માસ્ટર કેશુભાઈ નિવૃત્ત જીવનમાં રાજકોટ રહે ને કિડનીની તકલીફને કીધે જૈફ વયે હવે બહાર ન નીકળી શકે. એંશીના દાયકામાં અશોકભાઈ એમને રૂબરૂ મળેલા, પછી તો એમનો ખુદનો માળો વસી ગયો. એમાં ચાર દસકે અચાનક ફોન પર વાત થઈ. જૂના સ્મરણોએ હૈયું ભીંજવી દીધું પરસ્પરનું. અશોકભાઈએ નક્કી કર્યું કે ગુરુજીને જન્મદિને એ બહાર ન નીકળે તો ઘેર જઈ વંદન કરવા ને સન્માન કરવું.

ચાર દસકે બધા ભેગા થયા અંતે ને નાના બની ગયા શાળાના આંગણામાં રમતા હોય એવા. નવી પેઢી ય હાજર એ બિરદાવવા. કોઈ મોટો મેળાવડો નહિ. ગુરુજીના એ સમયના સાથી શિક્ષકો ને આજે વયસ્ક થયેલા સર્જક એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને જોડે લાઠીગરા પરિવારના સ્વજનો. મને હાજર રહેવા પૂછ્યું ને આ પુણ્યયજ્ઞની પ્રસાદી માટે તરત કોઈ અપેક્ષા વિના હા પાડી. અન્ય વડીલો મિત્રો ચાહકો મળ્યા. કેશુભાઈના ભત્રીજા રાજેન્દ્રભાઈએ દરવાજે સ્વાગત કર્યું. સરસ ભાવવંદના થઈ. શિક્ષકનો સાત્વિક આત્મા એ જોઈ તૃપ્ત થયો. હું થોડું બોલ્યો ને બાકી તો શબ્દો ખૂટી પડે એવો અવસર.

આજે તો ચિત્ર શિક્ષકો જ ઘણી શાળામાં રહ્યા નથી. કોઈને એનાથી ખાસ ફરક પણ પડતો નથી. પણ ક્યારેક આવા સારપની મીઠપના ચિત્રો ય સર્જાઈ જતા હોય છે વર્ગને સ્વર્ગ બનાવી ખીલવતા ! જેનું અત્તર આજીવન મઘમઘે. 🌹

English print media

Gujarati print media

Electronic media

Link of More videos

https://www.youtube.com/user/ashokkhant1/videos

My short films : Aakar Kalakar

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s