Refreshing Portraits by Ashok Khant
Ashok’s work shows that he has attained control over both brushworks and anatomy, the basic of portrait paintings. Artist prefer portrait paintings to bring alive the human element. The realistic method is now almost out of practice with the growing popularity of colour photography and so the artist have to try innovative techniques, In portraiture, resemblence with the model and brushwork should bear the stamp of the artist.
Ashok’s brushwork is brisk, he uses colour in a patchwork method giving a surprising roundness as well as light and shade effect. Detail of anatomy, drapery and skin texture aer worked with a commendable experise. To creat a contrast, the background is worked out with a rough brushwork. The artist is also successful in bringing out the expression and character of each model by being very particular about eyes and lip treatment.
– Esther David, The Times of India, 26 Sept. 1987







ચિત્રકારની તુલિકા, કેમેરાની શોધ પછી પણ સેર્વોપરી રહી શકી છે, તેનું કારણ એ છે કે કેમેરો નિર્જીવ છે, તે સામેના પાત્રના માત્ર ભૌતિક અંગોને જ ઝીલે છે, જ્યારે કલાકારમાં રહેલું ચૈતન્ય પાત્રના સ્થૂળ ફીચર્સની સાથે તેના આંતરિક વ્યક્તિત્વને પણ બહાર લાવી શકવા શક્તિમાન છે. આવી જ કાંઈક સિદ્ધિના દર્શન યુવા કલાકાર શ્રી અશોક ખાંટની પીંછીએ જન્મેલા આ માનવપાત્રો આપણને કરાવી જાય છે.
શાહુડીના પીંછોડિયાં જેવા રૂક્ષ વાળ અને ગાલમાં પડેલા ચાસ વડે છતાં થતા ભૂતકાળને શરીરે વિંટાળેલા કામળા વડે ઢબૂરવાનો નિરર્થક પ્રયાસ કરતા આ ‘રમતારામ’ ના અધખૂલ્લા હોઠ સુધી આવી ગયેલી કોઈ વાતને પાછી ઢબૂરી દેતી તેની પ્રશ્નાર્થભરી આંખોની કલાકારે સચોટ પણે રજૂઆત કરી છે. વિશાળ કપાળને ઢાંકતા મેલખાયા અને ખભા પરના ધાબળા તથા અધખૂલ્લી છાતી અને દાઢીમૂછથી ભરાવદાર લાગતો આ ચહેરો કોઈ ‘માલધારી’ નો જ હશે તેમ કહેવાની ભાગ્યે જ જરૂર લાગે છે. ટાઢ-તાપ વેંઠીને ત્રામ્બાવરણી થયેલી કાયાનો ધણી, તેના અબોલ પશુની જેમ હોઠ બંધ રાખીને આંખોની ભાષામાં ઘણું બધું કહી જાય છે.
– પ્રતાપસિંહ જાડેજા , રંગ રૂપ અને રચના, ‘ફૂલછાબ’ સપ્ટેમ્બર, 1987







Watercolour portrait live demonstration